Benefits of Mango Seeds
- Benefits of Vegetables And Fruits
- 2018-05-01
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સંશોધન આગળ ધપાવ્યું
- ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન બી-૧૨ની ઉણપ હોય છે તે દૂર કરવામાં ગોટલી મદદરૃપ બની શકે છે
કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની વિટામિન બી-૧૨ની કમી દૂર કરી શકાય છે. તેવી જ રીતે આ ગોટલીમાંથી મળતું મેન્ગીફેરીન નામનું ઘટક માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે.